|
ધરીને હાથમાં કાગળ તને વાંચી રહ્યો છું હું ,
ન દેખાતું જરાયે છળ તને વાંચી રહ્યો છું હું .
ચહેરો હૂબહૂ તારો અહીં દેખાય કાગળમાં ,
કરી મીઠી મધુર અટકળ તને વાંચી રહ્યો છું હું.
મજાના અક્ષરો તારા બધાં મોતી તણાં દાણાં ,
ગુલો પર શોભતી ઝાકળ તને વાંચી રહ્યો છું હું .
રહું રત યાદમાં તારી મને ક્યાં ભાન છે સ્થળનું ,
હ્રદયથી હોઉં છું ઝળહળ તને વાંચી રહ્યો છું હું .
પ્રણય સુખથી વધુ ‘મરમી’ નથી સુખ આ જગત માંહે ,
મળી ગઇ એ પ્રણયની પળ તને વાંચી રહ્યો છું હું .
|
January 17, 2010 at 21:36 |
સુંદર ગઝલ….
January 17, 2010 at 23:04 |
સુંદર રદીક અને એવી જ સુંદર ગઝલ. બધા શેરમાં મધ્યસ્થ ભાવ સુંદર રીતે ઉઠાવ પામ્યો છે.
January 18, 2010 at 00:04 |
વાહ મર્મિજી…..
સહુ પ્રથમ તો જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.
આમ તો આખેઆખી ગઝલ સરસ બની છે પણ,
આ શેર વધારે ગમ્યો……
રહું રત યાદમાં તારી મને ક્યાં ભાન છે સ્થળનું ,
હ્રદયથી હોઉં છું ઝળહળ તને વાંચી રહ્યો છું હું .
-અભિનંદન.
પધારો….- http://www.drmahesh.rawal.us
January 18, 2010 at 09:34 |
પ્રણય સુખથી વધુ ‘મરમી’ નથી સુખ આ જગત માંહે ,
મળી ગઇ એ પ્રણયની પળ તને વાંચી રહ્યો છું હું .
આખી કવિતાનો મર્મ આ છેલ્લી પંક્તી ખરું ને ?
January 18, 2010 at 17:11 |
તમારી વાત મુજબ છેલ્લા શેરમાં ગઝલનું જ નહીં પણ જીવનનું હાર્દ છે. આખી ગઝલ એક માત્ર તને શબ્દ ઉપર ઊભી છે. http://marmigazal.wordpress.com/
Mahendrasinh Padhiyar (Marmi) Junagadh(362001) Gujarat. Cell No: +919427183305
January 18, 2010 at 12:00 |
સુંદર રચના…
January 18, 2010 at 18:48 |
waah….. ! સુંદર ગઝલ….!!
January 18, 2010 at 20:10 |
પ્રણય સુખથી વધુ ‘મરમી’ નથી સુખ આ જગત માંહે ,
મળી ગઇ એ પ્રણયની પળ તને વાંચી રહ્યો છું હું .
ek pal aavi malavi pan ketali mushkel chhe?
January 18, 2010 at 21:46 |
ચહેરો હૂબહૂ તારો અહીં દેખાય બ્લોગમાં ,
કરી મીઠી મધુર અટકળ તને વાંચી રહ્યો છું હું.
January 19, 2010 at 00:37 |
વાહ…!
સુંદર ભાવવાહી અભિવ્યક્તિ,
રદીફ પણ સરસ આવ્યો છે.
ગમ્યું મર્મિજી.
January 19, 2010 at 04:47 |
સરસ ગઝલ અને સરસ ભાવ સાતત્ય દરેક શેરમાં સચવાયું છે , તેથીજ વાંચવી ગમે છે.
મળૉ મને
@http://himanshupatel555.wordpress.com
January 19, 2010 at 16:08 |
સ—–રસ !!!
“….. મળી ગઇ એ પ્રણયની પળ તને વાંચી રહ્યો છું હું” વાહ !! વાહ !
January 19, 2010 at 17:04 |
saras gazal…
January 19, 2010 at 19:30 |
વાહ સુંદર ગઝ્લ .> વાંચીને યુવાનીનાં દિવસો યાદ આવી ગયા.
તમારી કલમ ભાવ, વિચાર , વિવિધતાની વાહક છે. નવી રચનાની રાહ જોઉં છું >>>
January 19, 2010 at 20:59 |
સુંદર ગઝલ !
January 20, 2010 at 04:38 |
Enjoyed your nice Gazal!
Sudhir Patel.
January 23, 2010 at 21:05 |
ધરીને હાથમાં કાગળ તને વાંચી રહ્યો છું હું ,
ન દેખાતું જરાયે છળ તને વાંચી રહ્યો છું હું .
Love is always blind. Liked it.
January 24, 2010 at 01:19 |
dhari ne hath ma mouse,aa gazal vanchi gayo !!
wah sundar ghazal …darek pankti ghani j arthsabhar chhe ane ghazalkar na bhav ne sundar rite vyakt kare chhe..
–jagat
(http://vicharjagat88.wordpress.com)
January 24, 2010 at 17:31 |
Thanks for your comment
http://marmigazal.wordpress.com/
Mahendrasinh Padhiyar (Marmi) Junagadh(362001) Gujarat. Cell No: +919427183305
January 25, 2010 at 21:44 |
Gazal is excellent. Words are very appropriate and reminds you of your young life. Keep it up.
January 27, 2010 at 12:04 |
khub sundar rachana
kari raval ni pankati yaad aavi gai
કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે,
દાખલો ઔકાતનો અડધો લખે છે.
January 29, 2010 at 13:51 |
khub saras .
Gazal ni sathe yogya photo muko to khub khub saras rahese kharu ne!!
invite you to visit my blog
dalwalajitesh.wordpress.com
February 5, 2010 at 19:47 |
મજાના અક્ષરો તારા બધાં મોતી તણાં દાણાં ,
ગુલો પર શોભતી ઝાકળ તને વાંચી રહ્યો છું હું . અને…
પ્રણય સુખથી વધુ ‘મરમી’ નથી સુખ આ જગત માંહે ,
મળી ગઇ એ પ્રણયની પળ તને વાંચી રહ્યો છું હું . ….
આ બન્ને શેર ખૂબ જ ગમ્યા.
July 19, 2010 at 13:08 |
ન દેખાતું જરાયે છળ તને વાંચી રહ્યો છું હું .
વાહ…! વાહ…! સુંદર
July 30, 2010 at 23:45 |
sundar blog
http://palji.wordpress.com
કવિતા વિશ્વ