સપાટી જુઓ તો છળી જાય રસ્તો ,
નજર હોય ભીતર મળી જાય રસ્તો .
અજાણી સફરમાં મળે સંગ તારો ,
ચરણ જ્યાં વળે ત્યાં વળી જાય રસ્તો .
હશે જો દશા ને દિશા બેઉ સાચી ,
બધી અડચણોને ગળી જાય રસ્તો .
કદી ગુલમહોરી ક્ષિતિજ પાર કરવા ,
સમી સાંજના ઓગળી જાય રસ્તો.
જરા ક્યાંક બાળક બની જાવ બન્ને ,
તુરત થાય હલ, નીકળી જાય રસ્તો.
કદમ એમ મંઝિલ ભણી માંડ ‘મરમી’,
ભરે ડગ અને ઝળહળી જાય રસ્તો.
January 27, 2010 at 18:32 |
સુંદર ગઝલ…
આ બે અશઆર ખૂબ જ ગમી ગયા…
હશે જો દશા ને દિશા બેઉ સાચી ,
બધી અડચણોને ગળી જાય રસ્તો .
કદી ગુલમહોરી ક્ષિતિજ પાર કરવા ,
સમી સાંજના ઓગળી જાય રસ્તો.
January 27, 2010 at 19:46 |
saras gazal!
January 27, 2010 at 23:18 |
સરસ રચના.
January 28, 2010 at 00:08 |
“નજર હોય ભીતર મળી જાય રસ્તો”
રસ્તાઓની ખોજ અંદર (અંતરમાં) કરવાની વાત.
મને તો આ ગઝલમાં આધ્યાત્મ પ્રગટ થતું હોય તેવું લાગ્યું. કદાચ નરસૈંયાની ભૂમિનો પ્રતાપ.
સરસ, ચોટદાર ગઝલ.
January 28, 2010 at 06:38 |
વાહ….
સરસ ભીતરના ભાવ લઈને આવી છે ગઝલ.
-અભિનંદન.
January 28, 2010 at 09:43 |
બહુ સરસ ગઝલો લાખો છો બાપુ.
February 2, 2010 at 22:13 |
એમ તો બાપુ તમેય બહુ સરસ લેખ લખો છો.
January 28, 2010 at 10:40 |
માનવીય સંવેદનાઓને સરસ રીતે ઉજાગર કરી છે.
સુંદર ગઝલ.
January 28, 2010 at 23:39 |
Ratilal Anil has written a very good gazal with same radif RASTO .
you too have written a nice one.
January 31, 2010 at 11:02 |
બહુ જ પ્રચલિત રસ્તો રદીફ પર વધુ એક સારી ગઝલ.
January 31, 2010 at 22:02 |
જરા ક્યાંક બાળક બની જાવ બન્ને ,
તુરત થાય હલ, નીકળી જાય રસ્તો.
બહુ સરસ ગઝલ. પણ આ શેર વધારે ગમ્યો. એકદમ સચોટ વાત છે.
January 31, 2010 at 23:42 |
બહુ સુંદર છે.
February 2, 2010 at 19:49 |
સરસ ગઝલ છે.
February 2, 2010 at 22:11 |
જરા ક્યાંક બાળક બની જાવ બન્ને ,
હલ થાય પ્રશ્નો, મળી જાય રસ્તો.
આ રીતનો ફેરફાર કેમ લાગે છે?
બહુ સરસ ગઝલ. આ શેરનો ભાવ અને મર્મ ખુબ જ અગત્યનો છે પણ મને તેમાં બીજી કડીમાં ગઝલનો લય થોડો તુટતો હોય તેમ લાગ્યું.
February 2, 2010 at 23:41 |
કદી ગુલમહોરી ક્ષિતિજ પાર કરવા ,
સમી સાંજના ઓગળી જાય રસ્તો.
સુંદર …
February 3, 2010 at 04:53 |
સુંદર ગઝલ …
February 3, 2010 at 06:34 |
કદી ગુલમહોરી ક્ષિતિજ પાર કરવા ,
સમી સાંજના ઓગળી જાય રસ્તો.
સરસ વાત અને સરસ ગઝલ, બન્નેવનો સુમેળ એટલે મરમી વાંચન.
મળો મને @http://himanshupatel555.wordpress.com
February 4, 2010 at 13:27 |
કદમ એમ મંઝિલ ભણી માંડ ‘મરમી’,
ભરે ડગ અને ઝળહળી જાય રસ્તો.
ખુબ સરસ.
February 5, 2010 at 19:54 |
જરા ક્યાંક બાળક બની જાવ બન્ને ,
તુરત થાય હલ, નીકળી જાય રસ્તો. શું વાત છે….મરમીજી….મોટા ભાગના ઝગડા ખતમ થૈ
જાય. અકશીર કિમિયો બતાવ્યો…
જોકે આખી ગઝલ સુંદર છે.
February 25, 2010 at 13:44 |
હશે જો દશા ને દિશા બેઉ સાચી ,
બધી અડચણોને ગળી જાય રસ્તો .
સરસ……ખુબ સરસ
July 28, 2010 at 10:05 |
અજાણી સફરમાં મળે સંગ તારો ,
ચરણ જ્યાં વળે ત્યાં વળી જાય રસ્તો .very nice Gazal…..