એક રસ્તો જાય છે આ ઘર તરફ ,
તે પછી ફંટાય છે ઇશ્વ્રર તરફ .
અંધ આંખો જોઇ ના શકતી ભલે ,
ટેરવાં લઇ જાય છે ભીતર તરફ .
ફૂલ એની જાત નીચોવે પછી ,
થાય છે સાચી સફર અત્તર તરફ .
જે વસે છે કાચના ઘરમાં સતત ,
મન સદાયે હોય છે પથ્થર તરફ .
તો બધાં પ્રશ્નો વધારે આવશે ,
જો તમે આગળ વધો ઉત્તર તરફ .
જે તરફ ડગ માંડવા હો માંડજો ,
આખરે તો પૂગશો નશ્વર તરફ .
પાનખર ‘મરમી’ નહીં છૂપી રહે ,
હો નજર જો પર્ણની મર્મર તરફ .
February 5, 2010 at 23:20 |
“ફૂલ એની જાત નીચોવે પછી ,
થાય છે સાચી સફર અત્તર તરફ .”
અને
“જે તરફ ડગ માંડવા હો માંડજો ,
આખરે તો પૂગશો નશ્વર તરફ .”
(અહીં ’ઇશ્વર’ તો લગભગ બધાને સુઝે, પણ ’નશ્વર’ !!! વાહ ! વાહ !! વાહ !!!
એટલે જ આ જુનાણું કહેવાય છે ભાઇ !)
એટલું જ કહીશ કે :::::
આ ગઝલ આંખોના રસ્તે થઇ,
પહોંચી રહી છે અંતર તરફ.
February 7, 2010 at 20:26 |
વાહ ઉસ્તાદ. સરસ ગઝલ.
તો બધાં પ્રશ્નો વધારે આવશે
જો તમે આગળ વધો ઉત્તર તરફ .
સરસ રચના..
February 7, 2010 at 21:05 |
જે વસે છે કાચના ઘરમાં સતત ,
મન સદાયે હોય છે પથ્થર તરફ
ઉમદા શેર. .. સરસ રચના.
February 7, 2010 at 21:35 |
અંધ આંખો જોઇ ના શકતી ભલે ,
ટેરવાં લઇ જાય છે ભીતર તરફ .
આ શેર સંપૂર્ણ ગઝલમાં ઉત્કૄષ્ટ છે, બાકી બધાંમાં જાણીતી માહિતિઓની કે પોપ કલ્ચરની અર્થછાયા
સ્પષ્ટતઃ જણાય છે,તેથી કેવળ વાંચવા ગમે યાદ રાખવા નહી,અથવા તેમાં મુશાયરાનું અભિવાદન
જીલવાની ક્ષમતા છે.
February 7, 2010 at 21:55 |
Nice !
February 7, 2010 at 22:08 |
સુંદર ગઝલ…
February 7, 2010 at 22:37 |
“જે તરફ ડગ માંડવા હો માંડજો ,
આખરે તો પૂગશો નશ્વર તરફ .”
saras!
February 7, 2010 at 23:23 |
ફૂલ એની જાત નીચોવે પછી ,
થાય છે સાચી સફર અત્તર તરફ .
very nice..
Lata Hirani
February 8, 2010 at 01:31 |
સ-રસ ગઝલ… બધા જ અશઆર મજાના થયા છે, મજા આવી.
February 8, 2010 at 12:43 |
અંધ આંખો જોઇ ના શકતી ભલે ,
ટેરવાં લઇ જાય છે ભીતર તરફ .
- સરસ શેર…
February 8, 2010 at 12:54 |
જે વસે છે કાચના ઘરમાં સતત ,
મન સદાયે હોય છે પથ્થર તરફ .
એકદમ વરવું સત્ય, સુંદર..
February 9, 2010 at 00:03 |
excelent
February 9, 2010 at 02:17 |
અભિનંદન મર્મિજી…..
કોઈ એક શૅરને અલગ ન તારવતા આખી ગઝલને
ખૂબ માર્મિક અને અર્થના ઊંડાણ તરફ દોરી જતી “ટનાટન” ગઝલ – એમ કહી બિરદાવવાનું મન થાય એવી સુંદર રચના થઈ છે.
February 9, 2010 at 13:35 |
જે વસે છે કાચના ઘરમાં સતત ,
મન સદાયે હોય છે પથ્થર તરફ .
વાહ…વાહ…શું વાત છે! મઝા આવી ગઈ!
February 10, 2010 at 20:30 |
sundara gazal.. I posted this gazal on my site too.
http://www.vishwadeep.wordpress.com
February 10, 2010 at 21:54 |
ફૂલ એની જાત નીચોવે પછી ,
થાય છે સાચી સફર અત્તર તરફ .
એકદમ સુંદર …!!!
February 11, 2010 at 02:59 |
જે તરફ ડગ માંડવા હો માંડજો ,
આખરે તો પૂગશો નશ્વર તરફ… . very true.
February 12, 2010 at 20:48 |
very nice gazal
February 25, 2010 at 13:41 |
અંધ આંખો જોઇ ના શકતી ભલે ,
ટેરવાં લઇ જાય છે ભીતર તરફ …….. very nice..વાહ મઝા આવી
July 29, 2010 at 17:00 |
અદભૂત………