રોજ માણસ આશ લઇને નીકળે છે ,
આંખમાં આકાશ લઇને નીકળે છે .
દોટ મૂકી જીવતાં ઘડિયાળ કાંટે ,
સહુ સમયની લાશ લઇને નીકળે છે .
સ્વાર્થના સંબંધ સમજીને મહોબ્બત ,
સાવ ઝૂઠી હાશ લઇને નીકળે છે .
લાગણી નામે અહીં ખેલાય સટ્ટો ,
જીતની ડંફાશ લઇને નીકળે છે .
ખોખલું ખાલીપણું માથે ઉપાડી ,
હાથમાં હળવાશ લઇને નીકળે છે .
રૂપ દર્પણમાં ત્વચાનું જોઇ ‘મરમી’ ,
ગાલ પર લાલાશ લઇને નીકળે છે .
June 30, 2010 at 21:03 |
Very good ghazal enjoyed
June 30, 2010 at 21:56 |
રોજ માણસ આશ લઇને નીકળે છે ,
આંખમાં આકાશ લઇને નીકળે છે .
સરસ રચના.
June 30, 2010 at 22:02 |
લાગણી નામે અહીં ખેલાય સટ્ટો ,
જીતની ડંફાશ લઇને નીકળે છે .
very good..
June 30, 2010 at 22:19 |
વાહ,,ખુબ સરસ.
June 30, 2010 at 22:35 |
સરસ ગઝલ.
June 30, 2010 at 23:03 |
વાહ મર્મિજી….
સુંદર અને ચોટદાર વાત લાવ્યા છો…ખોખલા ખાલીપણાની અને લાગણીના સટ્ટાની વાત વધુ અસતકારક રહી..
-અભિનંદન.
મારી ગઝલો માણવા પધારો, http://www.drmahesh.rawal.us ની મુલાકાતે.
June 30, 2010 at 23:05 |
સૉરી,
અસરકારક ને બદલે અસત કારક ટાઈપ થયું છે- ભૂલ સુધારીને વાંચવા વિનંતિ…..
July 1, 2010 at 00:25 |
very good gazal
July 1, 2010 at 00:45 |
વાહ ! બાપુ.
સવારે કામે જતી વખતે…..”આંખમાં આકાશ લઇને નીકળે છે…..” (આશાઓનું આકાશ)
બપોર થતા થતા…..”સહુ સમયની લાશ લઇને નીકળે છે….” (કામ પતાવવાની ચિંતા)
સાંજે કામેથી ઉતરતા…..”સાવ ઝૂઠી હાશ લઇને નીકળે છે….”
રાત્રે (કદાચ છાંટોપાણી ની અસરમાં !)…..”જીતની ડંફાશ લઇને નીકળે છે….”
ઉંઘી ગયા પછી….. “હાથમાં હળવાશ લઇને નીકળે છે….”
બીજે દિવસે પથારીમાંથી…..”ગાલ પર લાલાશ લઇને નીકળે છે….” (કદાચ આજે આકાશને આંબી લેવાની શ્રદ્ધાની લાલાશ !)
(આ તો મેં એક સામાન્ય માણસની દિનચર્યાને આપની ગઝલ શાથે સાંકળવાનો ભાંગ્યો તુટ્યો પ્રયાસ કર્યો છે, ન ગમે તો રદ કરવા વિનંતી) બાકી આપની ગઝલમાં તો આવા કેટલાયે ’મર્મ’ હોય છે. આભાર.
July 1, 2010 at 01:17 |
ખોખલું ખાલીપણું માથે ઉપાડી ,
હાથમાં હળવાશ લઇને નીકળે છે …
sundar!
July 1, 2010 at 04:18 |
રોજ માણસ આશ લઇને નીકળે છે ,
આંખમાં આકાશ લઇને નીકળે છે . ane
ખોખલું ખાલીપણું માથે ઉપાડી ,
હાથમાં હળવાશ લઇને નીકળે છે . આ બન્ને ગમ્યા સરસ ગઝલ.
મળો મને મારા બ્લોગ પર @
http://himanshupatel555.wordpress.com ( original poetry)
http://himanshu52.wordpress.com (translations )
આભાર.
July 1, 2010 at 06:23 |
સ્વાર્થના સંબંધ સમજીને મહોબ્બત ,
સાવ ઝૂઠી હાશ લઇને નીકળે છે .
લાગણી નામે અહીં ખેલાય સટ્ટો ,
જીતની ડંફાશ લઇને નીકળે છે .
સરસ ગઝલ.
July 1, 2010 at 07:33 |
khub surat dil se nikle alfaz dilo tak pahoch chuke aadab
July 1, 2010 at 10:09 |
Mahendrasinhji, Ghani Khamma
This line is awesome સ્વાર્થના સંબંધ સમજીને મહોબ્બત ,
સાવ ઝૂઠી હાશ લઇને નીકળે છે .
Thanks for sharing.
Jai Mataji
July 1, 2010 at 10:10 |
સુંદર, ચોટદાર…
બધા શેર સરસ થયા છે. અભિનંદન.
July 1, 2010 at 16:31 |
Good One!!!
July 1, 2010 at 20:23 |
Hi Marmi,
I am from Junagadh Dist, actually I am from village “Saradiya”,
My village is between Batva and Kutiyana……..Thanks for email
Preetam.
July 6, 2010 at 10:10 |
રૂપ દર્પણમાં ત્વચાનું જોઇ ‘મરમી’ ,
ગાલ પર લાલાશ લઇને નીકળે છે .
વાહ,
’મરમી’ ની મર્મભરી ગઝલ. જુનાગઢમાં આમેય ’ગઝલ’ ના શોખીનો ઘણાં છે. અમુક તો મારા ખાસ મિત્રો છે. ગાલની લાલાશ તે સાચી લાલાશ નથી.
સાચી લાલાશ તો મારા “લાલ” ની છે
લાલી મેરે લાલ કી, જીસ દેખુ તીત લાલ
લાલી દેખન મેં ચલી, મેં ભી હો ગઈ લાલ
“લાલ” ને મેળવવા ગાલની લાલી નહીં પણ ગોપીભાવની આવશ્યકતા છે.
July 6, 2010 at 15:56 |
ખોખલું ખાલીપણું માથે ઉપાડી ,
હાથમાં હળવાશ લઇને નીકળે છે….. સરસ ગઝલ, અભિનંદન
July 6, 2010 at 20:01 |
Very very good !
July 7, 2010 at 00:20 |
લાગણી નામે અહીં ખેલાય સટ્ટો ,
જીતની ડંફાશ લઇને નીકળે છે .
vah vah vah vah !
July 7, 2010 at 12:32 |
સુંદર…
August 21, 2010 at 09:09 |
શ્રી મહેન્દ્રસિંહજી,
આપની આ ગઝલના કેટલાક શેર, તેને અનુરૂપ સુંદર લેખમાં (આપના નામોલ્લેખ શાથે જ) દિવ્યભાસ્કરની પૂર્તિમાં ’ચિંતનની પળે’માં વાંચ્યા. ઘણો આનંદ થયો. અભિનંદન.
( http://www.divyabhaskar.co.in/article/MAG-please-wait-1274186.html )