અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો .
લગીરેય શ્રદ્ધા બચી હોય બાકી ,
અગન તાપ ઝેલીને ભીતર પ્રવેશો .
ન હો ડૂબવું તો પહોંચો કિનારે ,
મરણ દાવ ખેલીને ભીતર પ્રવેશો .
હશે ગેબ વાતો ને ઝળહળ બધું ત્યાં ,
અહમ દૂર મેલીને ભીતર પ્રવેશો .
મદદ માગવા કોઈ સામે ધરે કર ,
બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .
પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,
મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .
મળી જાય ‘મરમી’ અમી દ્રષ્ટી એની ,
ખુલી જાય ડેલી ને ભીતર પ્રવેશો .
July 30, 2010 at 18:38 |
ન હોય ડૂબવું તો પહોંચો કિનારે….
વાહ
July 30, 2010 at 19:00 |
પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,
મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .
kya baata hai! saundar gazal
July 30, 2010 at 19:08 |
સુંદર..
ભીતર પ્રવેશવાની વિવિધ રીતો–પરિસ્થિતિઓ વિશેને સરસ રીતે શબ્દોમાં કંડારી છે.
July 30, 2010 at 20:18 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો . …..aflatun…
July 30, 2010 at 23:22 |
વાહ મરમીજી….
આજનો માણસ જ્યારે માત્ર “બારોબાર”ફરી ભીતરથી વિમુખ થઈ રહ્યો હોય એવું વરતાય છે ત્યારે,
ભીતર પ્રવેશવાની ખાતરીબંધ બારીઓ સૂચવી એક સુંદર અને સરાહનીય કવિકર્મ નિપજાવ્યું પ્રસ્તુત ગઝલમાં….
-અભિનંદન.
http://www.drmahesh.rawal.us પર મારી ગઝલો માણવા સ્વાગત છે….
July 31, 2010 at 18:24 |
સુંદર..
ભીતર પ્રવેશવાની વિવિધ રીતો–પરિસ્થિતિઓ વિશેને સરસ રીતે શબ્દોમાં કંડારી છે.
July 31, 2010 at 19:32 |
પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,
મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .
vahhhhhhh
July 31, 2010 at 23:41 |
મળી જાય ‘મરમી’ની અમી દ્રષ્ટી ,
to ખુલી જાય ડેલી ને ભીતર પ્રવેશu .
Deli khulli rakhjo gazal ni ho raj, ne rakhjo dholia dhali,
Ame game tyare avi chadiye tahuka jilva ho raj !
August 2, 2010 at 00:55 |
હશે ગેબ વાતો ને ઝળહળ બધું ત્યાં ,
અહમ દૂર મેલીને ભીતર પ્રવેશો .
મદદ માગવા કોઈ સામે ધરે કર ,
બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .
દરેક કળી ખુબજ સુંદર વાત કહે છે, પેહલા શરૂઆત ની કળી ગમી પરંતુ આગળ આવત્ત વધઉ આ પસંદ આવી.
સારી રચના . અભિનંદન
http://das.desais.net
‘દાદીમાની પોટલી’
August 2, 2010 at 10:38 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો . સરસ પંક્તિ.
August 7, 2010 at 19:22 |
વાહ…..! મરમીજી શું વાત છે ? ભીતર પ્રવેશવાની વાત આટલી સહજ અને સરળતાથી સમજાવી દીધી…ખૂબ ખૂબ અભિનન્દન…..બધા જ શેર સરસ છે, વધુ ગમતાની પસંદગી કરવી મુશ્કેલ છે..
August 8, 2010 at 14:42 |
પલળવું ન બે ચાર છાંટા પડે ત્યાં ,
મચી હોય હેલી ને ભીતર પ્રવેશો .
……….અભિનંદન
August 11, 2010 at 18:23 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો
khub saras ! Excellent !! I am very glad to read all your poem ! congratulation ! Read my poem in twitter DEEPAK1982
August 12, 2010 at 13:03 |
ખુબ સરસ ……
હું ખુબજ રોમાંચિત થઇ જાઉં છું જયારે… ક્રોધ… અહંકાર….. લોભ….. અંતરાત્મા….આવા વિષયો પર કોઈ કાવ્ય રચના વાંચું છું….
અફસોસ એ વાત નો છે કે હું આવું જોડકણું જોડી નથી શકતો…..
પણ હા…. પ્રયાસ જરૂર કરીશ…. ટૂંક સમયમાં હું પણ એક કવીતાનું સર્જન કરવાનું વિચારી રહ્યો છું…
August 23, 2010 at 19:11 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો .
લગીરેય શ્રદ્ધા બચી હોય બાકી ,
અગન તાપ ઝેલીને ભીતર પ્રવેશો .
સારી રચના , ઉપરોક્ત બન્ને શેર વધુ પસંદ આવ્યાં… બાકીના શેર પણ સારા જ છે. પરંતુ ઉપરોક્ત શેરમાં ઘણો મર્મ છે…
અશોકકુમાર
‘દાદીમાની પોટલી’-http://das.desais.net
August 24, 2010 at 05:18 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સ્વયંને ઉકેલીને ભીતર પ્રવેશો .
મદદ માગવા કોઈ સામે ધરે કર ,
બની જાવ બેલી ને ભીતર પ્રવેશો .
મળી જાય ‘મરમી’ અમી દ્રષ્ટી એની ,
ખુલી જાય ડેલી ને ભીતર પ્રવેશો .
અઘરા કાફિયા રદીફમાં ભારોભાર મોજ અને મિજાજ સભર વાત.
August 25, 2010 at 22:01 |
ન હો ડૂબવું તો પહોંચો કિનારે ,
મરણ દાવ ખેલીને ભીતર પ્રવેશો .
khubaj saras sabdo…….
August 27, 2010 at 00:48 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સુંડાર
ઈન્દુ
August 27, 2010 at 00:49 |
અહંકાર ઠેલીને ભીતર પ્રવેશો ,
સુંદર રચના
ઇન્દુ
December 29, 2010 at 11:22 |
kyaa baat hai