બધે એક ધારી નજર ક્યાં રહે છે ?
સલામત બધાની સફર ક્યાં રહે છે ?
કરે જીવ તો એકધારા ઉધામા ,
ભમે કાળ માથે ખબર ક્યાં રહે છે ?
પ્રણય પાન કરવા પુરાશે કમળમાં ,
પછી જીવતો એ ભ્રમર ક્યાં રહે છે ?
મિલન કાજ સળગે પતંગા ભલે પણ ,
શમા પાસ એની કબર ક્યાં રહે છે ?
અહીં સજ્જનો ,શઠ ,ભગત ,રંક ,રાજા ,
કહો કોઈ ‘ મરમી ‘ અમર ક્યાં રહે છે ?
July 1, 2011 at 19:52 |
જીવન તત્વના ઉંડાણને ખૂબીપૂર્વક વણી આપ્યું છે-
બધે એક ધારી નજર ક્યાં રહે છે ?
સલામત બધાની સફર ક્યાં રહે છે ?
July 1, 2011 at 21:15 |
મહેન્દ્રભાઇ…..
લાંબા અંતરાલ પછી સુંદર માર્મિક ગઝલ આપી બાપુ….!
રદિફ પણ બહુજ સરસ અને એવીજ માવજત.
-અભિનંદન.
July 2, 2011 at 10:57 |
સુંદર મર્મી ગઝલ
આ બે પદ વાંચવા આપને જરૂર ગમશે:
http://bhajanamrutwani.wordpress.com/2008/10/28/b26/
http://bhajanamrutwani.wordpress.com/2008/10/30/b28/
July 3, 2011 at 19:16 |
કરે જીવ તો એકધારા ઉધામા ,
ભમે કાળ માથે ખબર ક્યાં રહે છે ?
સરસ શેર..
July 3, 2011 at 20:45 |
સરસ ગઝલ.
July 4, 2011 at 12:27 |
good one…
Lata Hirani
July 6, 2011 at 14:31 |
બધે એક ધારી નજર ક્યાં રહે છે ?
સલામત બધાની સફર ક્યાં રહે છે ?
vaah marami kavi…..
July 6, 2011 at 16:54 |
પ્રણય પાન કરવા પુરાશે કમળમાં ,
પછી જીવતો એ ભ્રમર ક્યાં રહે છે ?
રાત્રીર્ગમીસ્યતી ભવિષ્યતિ સુપ્રભાતમ
ભાસ્વાનુંદેશ્યતી હસીસ્યતી પંકજ્શ્રી,
ઇથમ વિચાર્યાતી કોશ ગતે દ્વીરેફે
હા હંત હંત નલીનીમ ગજ ઉજ્જહારમ
vah vah