Gazal

      અર્થ  સાચા  પ્રેમનો  સમજાવ  તું  મને,

     ને  પછી  દે  સ્નેહનો  સરપાવ તું  મને.

 

    ઝાંઝવા  છે  ચોતરફ   તૃષ્ણા  નહીં  ટળે,

    રણ વચાળે આવ  ને  છલકાવ  તું  મને.

 

    જાત  સાથે  સોળ આની  થઇ  જવાય છે,

    લે  વિરહની  આગમાં સળગાવ  તું  મને.

  

   છું  પ્રતીક્ષા રત   બધાયે  ધ્વાર બંધ  છે,

    ખોલ  સાંકળ  માંહ્યલી  ખખડાવ  તું  મને.

 

    આ તિમિરમય  જિંદગી ઝળહળ બની જશે,

    બસ પ્રણયની જ્યોત થઇ પ્રગટાવ તું મને.

 

    ઊગવાનો  મર્મ  પણ મરમી” કમાલ  છે,

    વૃક્ષનું   હું  બીજ   છું   ફણગાવ  તું  મને.

http://marmi.gujaratiblogs.com/

Advertisements

22 Responses to “Gazal”

 1. Daxesh Contractor Says:

  ઝાંઝવા છે ચોતરફ તૃષ્ણા નહીં ટળે,
  રણ વચાળે આવ ને છલકાવ તું મને.

  અને

  ઊગવાનો મર્મ પણ મરમી કમાલ છે,
  વૃક્ષનું હું બીજ છું ફણગાવ તું મને.

  સુંદર ગઝલ. ઉપરના બે શેર વિશેષ ગમ્યા.

 2. ડૉ.મહેશ રાવલ Says:

  વાહ મર્મિજી….
  સુંદર અને સમજદારી સભર ગઝલ બદલ અભિનંદન.
  ખૂબ ઊંડાણ છે એક-એક શૅરમાં .અને ગર્ભિત આમંત્રણનો ભાવ પણ સુંદર શબ્દચિત્ર ખડું કરી જાય છે.

 3. વિવેક ટેલર Says:

  સુંદર રચના…

 4. mahesh Says:

  uttam Gazal vanchva mali………

 5. Pancham Shukla Says:

  સુંદર ગઝલ.

 6. PARAG PATEL Says:

  great gazal …keep it up JAI GIRNARI ONE LINE MORE ………સોરઠ દેશ ન સંચર્યો, ચડ્યો ન ગઢ ગિરનાર
  ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.

 7. chetu Says:

  v nice gazal..

 8. Kirtikant Purohit Says:

  Good as a gazal.Still better work is expected of you.

 9. Dr.Suresh Kubavat Says:

  છું પ્રતીક્ષા રત બધાયે ધ્વાર બંધ છે,

  ખોલ સાંકળ માંહ્યલી ખખડાવ તું મને.

  વાહ કવિ વાહ !
  દેર આયે દુરસ્ત આયે !
  તમારી વાડીયે તમારા ખાટલા પર બેસીને તમારી ચા પીતા પીતા તમારી ગઝલ
  સાંભળવાની મઝા કૈંક ઔર છે. ફીર મિલેંગે !

 10. parth Rupareliya Says:

  khub saras rachana, tamari anay rachana vachva male te mate intezar kari rahyo chhu.

 11. Dalwala Jiteh Says:

  khub saras.
  vadhu saras gazal male evi apexa shaha
  ,

 12. ઊર્મિ Says:

  સ-રસ ગઝલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: