Gazal

શબ્દ સામે તરફડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે,

આગ ભીતર ભડભડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

એ શિલા પાછી અહલ્યા થૈ જવાની સ્પર્શથી,

રામનાં ચરણો અડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,

ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,

વિક્રમી અર્થો જડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

કિંમતી હીરા સરીખા શબ્દ “મરમી” છે બધા,

ઘાટ સુંદર સાંપડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

 

 

Advertisements

21 Responses to “Gazal”

 1. atuljaniagantuk Says:

  ગઝલમાં મને બહુ ખબર તો નથી પડતી પણ વાંચવી ગમે છે.

  આ ગઝલ ગમી.

  શબ્દો રખડ્યા કરે જ્યાં ત્યાં, કોઈ ’મરમી’ ની શોધમાં
  સાચો મરમી આવી મળે જ્યાં, ત્યા ગઝલ સર્જાય છે.

 2. Dilip Gajjar Says:

  શબ્દ સામે તરફડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે,

  આગ ભીતર ભડભડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.
  Enjoyed nice gazal

 3. Daxesh Contractor Says:

  પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,
  વિક્રમી અર્થો જડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

  kya baat hai .. nice gazal.

 4. Rekha Sindhal Says:

  દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,

  ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

  વાહ ! બહુ સરસ ગઝલ છે. ધન્યવાદ !

 5. Kunal Says:

  દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,
  ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે

  nice sha’er …

 6. डॉ. निशीथ ध्रुव Says:

  काकासाहेब कालेलकरने तो कादवमां पण काव्य जड्युं. एटले ग़ज़ल क्यां सर्जाय एनी फेहरिस्त कदाच अनन्त छे. पण ‘मरमी’ए बतावेला दरेक संयोगो परथी एक ग़ज़ल सरजाईने आ पोस्ट पर मळे एनी प्रतीक्षा!
  // કિંમતી હીરા સરીખા શબ્દ “મરમી” છે બધાં// शब्द पुल्लिङ्गी छे माटे बधां नहि पण बधा एम लखवुं जोईए. \\કિંમતી હીરા સરીખા શબ્દ “મરમી” છે બધા\\

 7. વિવેક ટેલર Says:

  સુંદર રચના… જૂના સંદર્ભ પણ સારી રીતે વણી લેવાયા છે…

 8. vimal agravat Says:

  nice blog.keep it up
  http://www.agravatvimal.wordpress.com

 9. mahesh bhatt Says:

  પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,

  વિક્રમી અર્થો જડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

  ગઝલ રચવી કેટલી દુષ્કર હોય છે એ તમે વિક્રમ અને વૈતાળના સંદર્ભ દ્વ્રારા દર્શાવી કાબિલે દાદ

  શેર નીપજાવ્યો છે. તમારો આ શેર જવલ્લે જ મળે એવો શેર છે. ખૂબ-ખૂબ અભિનંદન…

 10. readsetu Says:

  સરસ ગઝલ બની છે. ખુબ ખુબ અભિનંદન..

  લતા હિરાણી

 11. ડૉ.મહેશ રાવલ Says:

  વાહ મર્મિજી…..
  આખી ગઝલ આસ્વાદ્ય બની છે.વિષય અને એ વિષયની માવજત પણ સુંદર થઈ છે.
  -અભિનંદન.

 12. shobhana Says:

  પ્રેયસીને મળવાનો તલસાટ જેમ બેચૈન બનાવીદે એમ કવિને મળવા શબ્દોનું તરફડવું…
  કવિતા સર્જન માટે કવિની ભીતર સળગતો અગ્નિ…….

  રામાણયનો પ્રસંગ પ્રભુ શ્રી રામે કરેલો અહલ્યા ઉદ્ધાર……

  સાચા પ્રેમની પરાકાષ્ઠા રૂપ, દિકરો ભલે વિદેશમાં હોય પણ ત્યાં કંઇ અજુગતું બને અને માંના હૈયામાં ફાળ પડે……..

  ગઝલ સર્જન એટ્લે માથું હોડમાં મુકવાની વાત……….

  અને છેલ્લે… કિંમતી હીરા જેવા શ્બ્દોને સુંદર ઘાટ આપી અમૂલ્ય બનાવવાની વાત ……

  વાહ મરમી કવિ આપ ખરેખર મરમી છો…… રચના ખુબ ગમી…..ધન્યવાદ……

 13. દિનકર ભટ્ટ Says:

  મરમીજી ગઝલનો મર્મ આથી વધુ કઇ રીતે સમજાવી શકાય ? સુંદર.

 14. Pancham Shukla Says:

  સાદ્યંત સુંદર ગઝલ. વેતાળવાળો શેર તો અદભૂત છે.

 15. Jagadish Christian Says:

  સરસ ગઝલ. વિક્રમ-વેતાળ નો સંદર્ભ સરસ જમાવ્યો.

 16. kkamal Says:

  well said, well said…..
  shabda jay tarfade –

 17. parag Says:

  વાહ ખૂબ સરસ >

  દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,
  ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે……. આ શેર કાબિલે તારીફ છે. અને

  પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,
  વિક્રમી અર્થો જડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે……… આ શેર તો જવલ્લેજ મળે એવો બેનમુન છે

  છંદ પરસ્તી અને ગઝલનો મિજાજ ….. વાહ કવિ … વાહ …. ઇનામમાં એક શેર .> > > >

  કોઇ મરમી જો લખે તો સો ગજલ સર્જાય છે,
  ને ગઝલ ખોટા લખે તો એ પઝલ થઇ જાય છે .

  નવી રચના મૂકો જલ્દી.

 18. parth Rupareliya Says:

  દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,

  ફાળ મુજ હૈયે પડે જ્યાં , ત્યાં ગઝલ સર્જાય છે.

  અદભૂત……
  ખૂબ-ખૂબ અભિનંદન

 19. nkd1 Says:

  ઉદાશ સાંજે ખાલી જામના પ્યાલાના
  ટંકારમાં જે રણકે તે ગઝલ

  એકલતામાં આંખમાથી સરી જતાં આંસુથી
  કાગળ ભીંજાય જાય તે ગઝલ

  હસ્તમેળાપ વખતે બંધ ખોબામાં જે
  સમાયને સ્પર્શને તે સ્પર્શે તે ગઝલ

  નવોઢાના ચહેરાની લાલીને નીહાળીને
  પીયુના મનના અરમાન તે ગઝલ..

  પહેલા વરસાદના મિલનથી ધરતીને
  ફાડીને ફુંટતી લીલી કુંપળૉ તે ગઝલ.

  સર્વ મૌસમને એક કાગળમાં ઉતારીને
  માહોલને મૌસમી બનાવે તે ગઝલ

  ભુખવડચકે આવેલા કવિની અન્નકુટની
  મૌસમ એટલે ગઝલ

  સુફી સંતોને ગીત ગાતા બંદાનવાજોની
  બંદગીને સલામ તે ગઝલ

  ખંભે મણનું દફતર લઇ જતાં બાલુડાના
  દફતર સાથે ઝુલતુ સ્મિત તે ગઝલ

  (નરેશ કે.ડૉડીયા)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: