Gazal

એ રસીલી યાદ હૈયામાં ઢળે છે ,

એક ઝરણું આ હૃદયમાં ખળખળે છે .

 

સહુ પ્રથમ જ્યાં આપણે ભેળા થયેલા ,

ત્યાં હજીયે પ્રેમનો દીપક બળે છે .

 

વાદળાં ઘેરાય જ્યાં આકાશમાં ત્યાં ,

કેટલાં સ્મરણો અહીં ટોળે વળે છે !

 

જીવતર આખું ય મઘમઘ થાય છે આ ,

ફૂલ શી ફોરમ પ્રણયમાંથી મળે છે .

 

હોય છે ‘મરમી’ મિલનની એ જ ફલશ્રુતિ ,

જાતનો સઘળો અહં ત્યાં ઓગળે છે .

13 Responses to “Gazal”

  1. Daxesh Contractor Says:

    સહુ પ્રથમ જ્યાં આપણે ભેળા થયેલા ,
    ત્યાં હજીયે પ્રેમનો દીપક બળે છે .

    સુંદર …

    મક્તાના શેરમાં છંદમાં થોડી ગરબડ લાગે છે.

  2. ડૉ.મહેશ રાવલ Says:

    વાહ મરમીજી…
    લાગણીની સુંદર અભિવ્યક્તિ, મક્તા વધુ ગમ્યો.
    -અભિનંદન.
    મારા મત મુજબ અહીં ગાલગાગા ના ૩ ચરણ લેવાયા છે અને મક્તામાં, ફલશ્રુતિ શબ્દને -ફલ શ્રુતિ- એમ લઈ ગાગા ના રૂપમાં લેવાયો છે.

    • marmi kavi Says:

      આ ગઝલનું છંદ વિધાન…..
      ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા….છે……..( બહરે રમલ મુસદસ સાલિમ )
      અને મક્તામાં ફલશ્રુતિ શબ્દ ગાગા ના રૂપમાં જ લેવાયો છે.

  3. Heena Parekh Says:

    સરસ ગઝલ.

  4. Jagdish Mehta Says:

    Sir ji…
    really very nice……

  5. સુનીલ શાહ Says:

    સુંદર ગઝલ..

  6. અશોક મોઢવાડીયા Says:

    “હોય છે ‘મરમી’ મિલનની એ જ ફલશ્રુતિ,

    જાતનો સઘળો અહં ત્યાં ઓગળે છે.”

  7. ઈશ્ક પાલનપુરી Says:

    સરસ ગઝલ ! આફરીન !

    આ બે શેર વધુ ગમ્યા .

    સહુ પ્રથમ જ્યાં આપણે ભેળા થયેલા ,
    ત્યાં હજીયે પ્રેમનો દીપક બળે છે .

    હોય છે ‘મરમી’ મિલનની એ જ ફલશ્રુતિ,
    જાતનો સઘળો અહં ત્યાં ઓગળે છે.”

  8. વિશ્વદીપ બારડ Says:

    વાદળાં ઘેરાય જ્યાં આકાશમાં ત્યાં ,

    કેટલાં સ્મરણો અહીં ટોળે વળે છે !
    very nice she’r…sundar gazal

  9. chandrika Says:

    સહુ પ્રથમ જ્યાં આપણે ભેળા થયેલા ,

    ત્યાં હજીયે પ્રેમનો દીપક બળે છે . ………&

    હોય છે ‘મરમી’ મિલનની એ જ ફલશ્રુતિ ,

    જાતનો સઘળો અહં ત્યાં ઓગળે છે . tow sher i like very much.

    Thanks to Marmi kavi

  10. devika dhruva Says:

    gaa la gaa gaa gaa na Chhandmaa rachayeli arth ane bhavpurna gazal

  11. devika dhruva Says:

    gaa la gaa naa Three avratan.

Leave a reply to chandrika જવાબ રદ કરો