ગઝલ

ઇચ્છા કામણગારી છે ,

આખર તો એ નારી છે .

 

ખુશબો આપી ફૂલોએ ,

ખૂબ હવા શણગારી છે .

 

વિરહી પળમાં સધિયારો ,

તારા ઘરની બારી છે .

 

ઘરની શોભા ને વૈભવ ,

બાળકની કિલકારી છે .

 

હું પદ ‘મરમી’ છોડી જો ,

આખી દુનિયા તારી છે .

15 Responses to “ગઝલ”

  1. Dilip Gajjar Says:

    હું પદ ‘મરમી’ છોડી જો ,
    આખી દુનિયા તારી છે .
    Waah marmi very meanibgful and good message in ghazal..like it..

  2. vijay shah Says:

    bahu saras

    હું પદ ‘મરમી’ છોડી જો ,

    આખી દુનિયા તારી છે

  3. Pancham Shukla Says:

    નાની બહેરમાં નજાકત ભર્યું નકશીકામ. સાદ્યંત સુંદર ગઝલ છે સાહેબ.

  4. himanshu patel Says:

    ટૂંકી પંક્તિમાં લાગણી અને અનુભૂતીનું સુક્ષ્મકાંતણકામ ગઝલને માર્મિક બનાવે છે. મારી વેબસાઇટઃ
    http://himanshupatel555.wordpress.com
    આવો વાંચો અને વંચાવો,આભાર…

  5. સુનીલ શાહ Says:

    ટૂંકી બહેરમાં સુદર નકશીકામ…સરસ ગઝલ.

  6. sapana Says:

    વિરહી પળમાં સધિયારો ,

    તારા ઘરની બારી છે .
    આજે પહેલીવાર આપના બ્લોગમા આવી ખરેખર સુંદર રચનાઓ છે…
    આપ પણ જરુર પધારી ખૂલી આંખનાં સપના જોશો..
    સપના

  7. ડૉ.મહેશ રાવલ Says:

    વાહ….!
    ટૂંકી બહરમાં -ગાગરમાં સાગર જેવી- સરસ અને અર્થપૂર્ણ ગઝલ બની છે મહેન્દ્રભાઇ…
    -અભિનંદન.

  8. venunad Says:

    Very nicely composed Gazal. Simply heart touching.

  9. indushah Says:

    માર્મિક સત્ય રજુ કર્યુ ,મરમી આપે

  10. Kirtikant Purohit Says:

    નાની બહેરમાં એક સ્વસ્થ ગઝલ. સરસ.

  11. mukesh Says:

    Very nice…..

  12. Parth Says:

    હું પદ ‘મરમી’ છોડી જો ,
    આખી દુનિયા તારી છે…ટૂંકી બહરમાં સુદર નકશીકામ
    વિરહી પળમાં સધિયારો ,
    તારા ઘરની બારી છે .

  13. Niraj Mehta Says:

    vaah kavi. fari vaanchvaani pan majaa paDi

  14. nilam doshi Says:

    vah.. so nice..enjoyed a lot…

  15. mehul Says:

    બહુ મજાનું બંધારણ અને બહુ મજાની ગજલ ……હું પદ ‘મરમી’ છોડી જો ,

    આખી દુનિયા તારી છે .

Leave a comment