ગઝલ…..

નામ ગમતું બોલવાનો સ્વાદ પણ શું ચીજ છે !

એક કોમળ સ્પર્શનો ઉન્માદ પણ શું ચીજ છે !

આંગણે આવી કરે ના વાત એ મંજૂર છે ,

મૌન દ્વારા ચાલતો સંવાદ પણ શું ચીજ છે !

ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી ,

હાથમાં હો હાથતો વરસાદ પણ શું ચીજ છે !

રૂઠવાનું તો પ્રણયમાં સાવ  સહેજે હોય છે .

કિન્તુ, હોઠે આવતી ફરિયાદ પણ શું ચીજ છે !

એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,

વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !

સાદ પાડે ને  છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !

22 Responses to “ગઝલ…..”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ Says:

    ‘શું ચીજ’ને બદલે ‘શી ચીજ’વ્યાકરણની દૃષ્ટિએ બરાબર ગણાય.

  2. વિશ્વદીપ બારડ Says:

    સાદ પાડે ને છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

    ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !

    sundar abhivyakti

  3. ઊર્મિ Says:

    ખૂબ સુંદર ગઝલ થઈ છે…
    છેલ્લા બે શેર જરા વધુ ગમી ગયા… અભિનંદન.

    ‘હાથમાં હાથતો વરસાદ પણ શું ચીજ છે !’ આ પંક્તિમાં છંદ જળવાયો નથી, કદાચ કૈંક mis-type થયું છે ?

    ‘શું’ અને ‘શી’ માં મેંય ઘણીવાર ભૂલ કરી છે…. પ્રવિણભાઈની વાત સાથે મારી પણ સહમતી છે.

  4. સુનીલ શાહ Says:

    વાહ..
    સુંદર અભિવ્યક્તિ.

  5. ડૉ.મહેશ રાવલ Says:

    સરસ ભાવ જળવાયો છે ગઝલ પણ સારી થઈ છે,ઊર્મિએ ધ્યાન દોર્યું એ જગાએ, હો કે છે- કદાચ હોવું જોઇએ…!
    હાથમાં હો હાથ તો વરસાદ પણ….કે, હાથમાં છે હાથ તો વરસાદ પણ….
    બરોબરને?

  6. Dilip Gajjar Says:

    સુંદર ગઝલ બધા શેર ગમ્યા,

    ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી ,
    હાથમાં હો થાથ તો….વરસાદ પણ શું ચીજ છે !

    ઉપરના શેરમાં એક અક્ષર રહી ગયો…ટાઇપીંગ
    શું ચીજ છે જામે છે મારી દ્રુશ્ટીએ

  7. Manish Desai Says:

    વાહ, ખુબ સુન્દર રચના છે,….એક શેર ઉમેરુ?

    તું, તારી યાદ, તારી અદા પર હું છું ફિદા,
    કહે તો આપી દઉં, છેલ્લો શ્વાસ પણ શું ચીજ છે.

  8. alpa Says:

    નામ ગમતું બોલવાનો સ્વાદ પણ શું ચીજ છે !

    એક કોમળ સ્પર્શનો ઉન્માદ પણ શું ચીજ છે !

    આંગણે આવી કરે ના વાત એ મંજૂર છે ,

    મૌન દ્વારા ચાલતો સંવાદ પણ શું ચીજ છે !

    ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી , v. v. good……………

  9. nishitjoshi Says:

    very nice
    એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,

    વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !
    vahhh

  10. અક્ષયપાત્ર/Axaypatra Says:

    સુંદર ગઝલ! છેલ્લી કડી સૌથી અસરકારક રહી તેથી મઝા જળવાઈ રહે છે.

  11. Daxesh Contractor Says:

    એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,
    વાહ ! તારી જેમ, તારી યાદ પણ શું ચીજ છે !

    શું ચીજ છે – રદીફ સુંદર રીતે વ્યક્ત થયો છે. સુંદર ગઝલ!

  12. devikadhruva Says:

    ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !
    very nice and effective.

  13. Rajul Shah Says:

    નામ ગમતું બોલવાનો સ્વાદ પણ શું ચીજ છે !

    એક કોમળ સ્પર્શનો ઉન્માદ પણ શું ચીજ છે !

    કોમળ સ્પર્શનો ઉન્માદ ? કેવી અજાણી પણ ગમી જાય એવી વાત!

  14. અશોક મોઢવાડીયા Says:

    સુંદર !! મર્મસ્પર્શી વાત.

    અને આ તો બહુ ગમ્યું.
    ’એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,
    વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !’

  15. GopiKumar Patel ( JB ) Says:

    ” શું ચીજ છે ”
    વાહ ! ખરેખર
    સુંદર ગઝલ બધા શેર ગમ્યા,

    ભીંજવી દે , છો પછી કોરી હથેળી આપણી ,
    હાથમાં હો થાથ તો….વરસાદ પણ શું ચીજ છે !

  16. Mitixa Contractor Says:

    ખૂબ સરસ.

  17. Ashokkumar Desai Says:

    એટલે તો બહુ ગમે છે હર પળો એકાંતની ,

    વાહ ! તારી જેમ , તારી યાદ પણ શું ચીજ છે !

    સાદ પાડે ને છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

    ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !

    સુંદર રચના . અભિનંદન.

    ‘દાદીમાની પોટલી’
    http://das.desais.net

  18. પંચમ શુક્લ Says:

    સરસ ગઝલ.

  19. Mahesh Bhatt Says:

    ઘણાં સમય પછી આપની ગઝલ વાંચી મોજ આવી ગઇ…
    જામે છે. છંદની ચુસ્તતા ધ્યાન ખેંચે છે…. કોમળ સ્પર્શનો ઉન્માદ…મૌન દ્વારા સંવાદ…રૂઠેલી પ્રિયતમાની ફરિયાદ/યાદ…અને છેલ્લે …ભીતરેથી આવતો નાદ….વાહ..! વાહ..! કવિરાજ આફરીન થઇ ગયો.

  20. Parth Says:

    સાદ પાડે ને છતાં દેખાય ના ‘ મરમી ‘ કશે ,

    ભીતરેથી આવતો આ નાદ પણ શું ચીજ છે !……..બહુ ગમ્યું

Leave a reply to alpa જવાબ રદ કરો